પ્રદેશ કાર્યાલય કોબા કમલમ ખાતે સંગઠન પર્વ 2024-25 અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ તેમજ રાષ્ટ્રીય પરિષદની ચૂંટણીના પરિણામોની જાહેરાત તેમજ નવ નિયુકત પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીનો પદગ્રહણ સમારોહ યોજાયો. મંડળથી લઇને પ્રદેશ સુધીની રચનામાં ગુજરાતમાં સંગઠનનું સાતત્ય રહ્યુ છે,સંગઠનની સાત્વીકતા રહી છે અને સતત ગુજરાત રાજય ઉદાહરણ રૂપ બન્યુ છે, કે જ્યા સરકાર અને સંગઠન સાથે મળીને એક વિકાસના મોડલને પ્રસ્થાપિત કર્યુ.