જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલ એક અનામી પારણામાં કોઈ અજાણી વ્યક્તિ તાજુ જન્મેલું બાળક મૂકી ગયુ. પારણામાં મુકાયેલા આ બાળકની હાલત ગંભીર હોવાનું સામે આવતા તેને તાત્કાલિક જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. હાલ બાળકને હોસ્પિટલના બાળકોના વોર્ડમાં તબીબોની દેખરેખ હેઠળ સારવાર આપવામાં આવી રહી છે.