સોનગઢ તાલુકાના શ્રાવણીયા થી આમથવા જતો માર્ગ પાણીમાં ગરકાવ, પુલ ઊંચો કરવા માંગ.તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમ્યાન પડેલા ધોધમાર વરસાદ વચ્ચે 4 કલાકની પરિસ્થિતિએ સોનગઢ તાલુકાના શ્રાવણીયા થી આમથવા જતા માર્ગ પર આવેલ લો લેવલ પુલ પર પાણી ફરી વળ્યા હતા.જેને લઈ લોકોની સમસ્યા વધી હતી.ત્યારે સ્થાનિકોની માંગ ઊઠવા પામી છે કે લો લેવલ પુલ ઊંચો કરવામાં આવે.