આજે સવારે ૯ કલાક આસપાસ સાવરકુંડલામાં રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને સાવરકુંડલા તાલુકા વહીવટી તંત્ર દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું. 'ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોજ' સૂત્ર સાથે યોજાયેલી આ રેલીનો મુખ્ય હેતુ લોકોમાં સ્વાસ્થ્ય અને ફિટનેસ અંગે જાગૃતિ ફેલાવવાનો હતો.