This browser does not support the video element.
બોટાદ LCB પોલીસે તુરખા ગામની સીમમાંથી ઇંગ્લીશ દારૂની 241 બોટલ સાથે 2 ઈસમોને ઝડપી પાડ્યા
Botad City, Botad | Sep 12, 2025
બોટાદ LCB ટીમને બાતમી મળી હતી કે રોહીત પ્રવિણભાઈ પરમાર રહે. તુરખાએ પોતાની તુરખાથી ખાખુઈ ગામે આવેલ વાડીએ પોતાના ભાગીયા રામજીભાઈ ગીંદુભાઈ નાયક સાથે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો છે ત્યા LCB પોલીસે રેડ પાડતા ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ 241 જેની કિમતર રૂપિયા 31,500ના મુદ્દામાલ સાથે રોહીત પ્રવિણભાઈ પરમાર, રામજીભાઈ ગીંદુભાઈ નાયકને ઝડપી બન્ને ઈસમો વિરૂધ્ધ પાળીયાદ પોલીસમાં ગુનો નોંધાયો હતો.