રાપર તાલુકાના ફતેહગઢ ગામની સીમમાં આવેલા એક ખેતરમાંથી તસ્કરોએ રૂા. ૩,૦૦૦નાં ખેતીનાં સાધનોની ચોરી કરી હતી.આ ખેતરે આવતાં સાધનો ગુમ જણાયા હતા.અહીં તસ્કરોએ સવારના ભાગે પાના, પકડ તથા લોખંડનું હળ એમ કુલ રૂા. ૩,૦૦૦નાં સાધનોની ચોરી કરી નાસી ગયા હતા. ચોરીના આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.