જામનગરમાં અંદાજિત ૨૧ હજારથી વધુ નેપાળી નાગરિકો વસવાટ કરે છે. તેઓએ હાલ નેપાળમાં સર્જાયેલા પરિસ્થિતિ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે હાલના સમયમાં નેપાળમાં ભ્રષ્ટ નેતાઓને ખુલ્લા પાડવામાં આવ્યા છે, જે એક સકારાત્મક બાબત છે. પરંતુ બીજી તરફ હિંસાની ઘટનાઓને કારણે કેટલાક નિર્દોષ લોકોના મોત થયા છે અને સરકારી ઇમારતોને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, જે દેશ માટે અશાંતિજનક ગણાવ્યું છે.