અંકલેશ્વર અને હાંસોટના ગ્રામ્ય વિસ્તારોમાં આજરોજ મૌસમના બદલાયેલા મિજાજ જોવા મળ્યા હતા.ધોધમાર વરસાદ વરસ્યા બાદ હવે ધુમ્મસ ભર્યુ વાતાવરણ નજરે પડયું હતું. આજે સવારના સમયે વાતાવરણમાં જાણે ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ હતી જેના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો હતો.ધુમ્મસ જોવા મળતા શિયાળાના ઘીમા પગલે આગમનના અણસાર દેખાઈ રહ્યા છે. છેલ્લા 2 દિવસથી અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં મેઘરાજાએ વિરામ લીધો છે ત્યારે સવારના સમયે ધુમ્મસ સાથે આંશિક ઠંડીનો પણ અનુભવ નગરજનોએ કર્યો.