ચોટીલા તાલુકાના સુરૈઇ ગામમાં આવેલી વર્ની એન્વિરો કેર લિમિટેડ કંપની સામે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ કડક કાર્યવાહી કરી છે. કંપની દ્વારા સર્વે નંબર 283માં બનાવેલા સેડમાં વડોદરા, કચ્છ અને અમદાવાદથી હાનિકારક કેમિકલ વેસ્ટ લાવીને ડમ્પિંગ કરવામાં આવતું હતું.આ કેમિકલ વેસ્ટ બોરવેલ દ્વારા ભૂગર્ભ જળમાં છોડવામાં આવતું હતું. જેના કારણે આસપાસના વિસ્તારમાં ગંભીર સમસ્યાઓ સર્જાઈ હતી. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના રિપોર્ટમાં BOD/COD પેરામીટરનું પ્રમાણ વધુ