નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે શહેરના મવડી વિસ્તારમાં એક અનોખા રાસ 'ઇંઢોણી રાસ'ની પ્રેક્ટિસ કરાવવામાં આવી રહી છે.આ વિશે રાસમાં ભાગ લેતી એક બાળએ ગઈકાલે રાત્રે 10:30 વાગ્યાની આસપાસ નિવેદન આપતા જણાવ્યું હતું કે, તે છેલ્લા ચાર પાંચ વર્ષથી આ રાસમાં ભાગ લઈ રહી છે.આ રાસની પ્રેક્ટિસ સમયે સાક્ષાત માતાજી સાથે ઘૂમતા હોય તેવી અનુભૂતિ થાય છે.આ ઉપરાંત રાસની પ્રેક્ટિસ સમયે ફાયર સેફટી ની સુવિધા પણ રાખવામાં આવે છે.