આણંદ શહેરમાં સોમવારે સાંજે 5 વાગ્યા બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો,માત્ર અડધા કલાકમાં જ એક ઇંચ જેટલો વરસાદ ખાબકતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.શહેરના નીચાણવાળા માર્ગો પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.શહેરના મિનરવા ચોકડી, લક્ષ્મી ચાર રસ્તા,પાયોનિયર ચોકડી,100 ફૂટ રોડ, નયા વતન સોસાયટી પાસે પાણી ભરાયા હતા.