લાઠી માર્કેટિંગ યાર્ડ ખાતે ૭૬મા વન મહોત્સવની ઉજવણી મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં સંપન્ન થઈ. આ અવસરે મંત્રીશ્રીએ જણાવ્યું કે વૃક્ષો જીવન માટે આવશ્યક છે. તેઓ કાર્બન ડાયોક્સાઇડ શોષીને ઓક્સિજન આપે છે, જેનું મહત્વ કોરોનાકાળે સ્પષ્ટ થયું હતું. પર્યાવરણનું સંતુલન જળવાઈ રહે તે માટે પરિવારનો દરેક સભ્ય ઓછામાં ઓછું એક વૃક્ષ વાવે અને તેનું જતન કરે, તેવા સંકલ્પ લેવા અપીલ કરી હતી.