મહુધા સીવીલમાં ડોક્ટરે દર્દીને બોટલ ચઢાવવા માટે કંસેન્ટ લખાવ્યું. મહુધા સરકારી હોસ્પિટલમા બોન્ડ ઉપર આવેલા ડોક્ટરે મહુધાના એક દર્દીને તાવ અને ઠંડી જેવા સામાન્ય દર્દ માટે દર્દીના પરિવારજનો પાસે સંમતિપત્ર લખાવતાં સરકારી ડોક્ટરોની આવડત ઉપર પ્રશ્નો ઉઠ્યા છે. જયારે તેજ દર્દીને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા માત્ર ચાર કલાકમાં સાજા થઇ જતા નગરજનો સરકારી હોસ્પિટલમાં સારવાર માટે જતા પણ ખચકાટ અનુભવવા લાગ્યા છે.