ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં જન વિકાસ જનસભાઓ યોજવાનો કાર્યક્રમ ઘડાયો છે. તેના અનુસંધાને ગતરોજ ભરૂચ શહેરના રાજપૂત છાત્રાલય ખાતે જન અધિકાર અભિયાન કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો,જેમાં મોટી સંખ્યામાં તાલુકાના કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા.