બોડેલી પોલીસ સ્ટેશન ખાતે ગણેશ વિસર્જન તેમજ ઈદે મિલાદુન્નબી ના પર્વને લઈ શાંતિ સમિતિની બેઠક બોડેલી પોલીસ સ્ટેશન ખાતે આજે ગણેશ વિસર્જન અને આવનારા ઈદે મિલાદુન્નબી ના પર્વ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠક PI ગામીતની અધ્યક્ષતામાં મળી હતી જેમાં સ્થાનિક સમાજના આગેવાનો, પદાધિકારીઓ તેમજ પોલીસ તંત્ર હાજર રહ્યું હતું. આ પ્રસંગે તંત્ર દ્વારા સૌને શાંતિપૂર્ણ અને ભાઈચારાપૂર્વક પર્વ ઉજવવા અપીલ કરવામાં આવી હતી.