ભાવનગર જિલ્લાના ઘોઘા સબ-ડિવિઝન હેઠળ આવતા હાથબ વાડી વિસ્તારના ખેડૂતો વીજ પુરવઠાની અનિયમિતતા અને વારંવાર થતા વીજ કાપથી ભારે પરેશાન છે. ખેડૂતોએ આ અંગે PGVCL કચેરીને લેખિતમાં રજૂઆત કરી છે. જેમાં તાત્કાલિક અને નક્કર પગલાં ભરવાની માંગણી કરવામાં આવી છે. જો આ સમસ્યાનું સમાધાન નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.