મહીસાગર જિલ્લાના સંતરામપુરના ભમરી થી માનગઢ તરફ જતા માર્ગ ઉપર ગઈકાલે ભૂસ્ખલનની ઘટના સામે આવી હતી જેમાં એક આખેઆખો માર્ગ ધસાઈ ગયો હતો અને એક કાર પણ અકસ્માત ગ્રસ્ત બની હતી ત્યારે આજે જિલ્લા કલેકટરે આ સ્થળની મુલાકાત લીધી હતી અને તેમના દ્વારા જરૂરી સૂચનાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તો જિલ્લામાં ડુંગર વિસ્તારમાં આવેલ માર્ગોની સલામતી તપાસવા માટે પણ સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપવામાં આવી.