જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામક જે.એસ.વેગડા પુંધરા ગામની મુલાકાતે આવ્યા હતા. જ્યાં બાકી તમામ પ્રગતિ હેઠળના આવાસોના લાભાર્થીઓની રૂબરૂ મુલાકાત કરી હતી. અને ઝડપથી આવાસો પૂર્ણ કરવા તેમજ શરૂ ન કરેલ લાભાર્થીઓને આવાસ શરૂ કરવા સૂચના આપી હતી. વધુમાં નિયામકે માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જેમાં સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.