તાપી જિલ્લાના સેવાસદનના ખાતે આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ.તાપી જિલ્લાના સેવાસદન ખાતે શનિવારના રોજ 12 કલાકે જિલ્લા કલેકટર ની હાજરીમાં આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ હતી.જેમાં વિઝન સ્ટેટમેન્ટથી લઈને અમલીકરણ માળખું, ગ્રામ્ય આયોજન, મોનીટરીંગ તથા કોમ્યુનિકેશન પ્લાન અંગે વિસ્તૃત ચર્ચા કરાઇ હતી.જે અભિયાન હેઠળ તાપીના ૩૬૯ ગામોમાં વસતા આદિજાતિ સમુદાયના વિકાસને નવી દિશા મળશે એમ જણાવ્યું હતું.