GST ઘટાડા થી અમરેલીના વેપારીઓ માટેને સીધો જ ફાઈદો,ખુશી અને આત્મવિશ્વાસના દ્રશ્યો આવ્યા સામે,ધારાસભ્યએ લીધી મુલાકાત અમરેલીમાં GST ઘટાડાને લઈને યોજાયેલા “GST બચત ઉત્સવ” દરમિયાન ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાએ સનેડો વેપારીઓ સાથે બેઠક કરી. વેપારીઓએ GST સ્લેબ ઘટાડાથી થતા સીધા ફાયદા વ્યક્ત કર્યા. તેમણે કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ આર્થિક સુધારાઓ દેશના વિકાસને ઝડપ આપે છે અને નાના-મોટા વેપારીઓ માટે નવા અવસરો સર્જે છે.