દિવાળીના તહેવાર દરમિયાન કોઈને મુસાફરીમાં તકલીફ ન પડે તે માટે વિભાગ દ્વારા 332 એક્સ્ટ્રા એસટી બસ ટ્રીપો ચલાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.દિવાળી તહેવારની ઉજવણીની શરૂઆત 17મી ઓક્ટોબરથી થવાની છે, ત્યારે 16 થી 26 ઓક્ટોબર સુધી ભરૂચ વિભાગ દ્વારા વધારાની બસ સેવાનો પ્રારંભ કરવામાં આવશે. આ આયોજન અંતર્ગત ભરૂચ, અંકલેશ્વર, જંબુસર, રાજપીપળા અને ઝઘડિયા સહિતના ડેપોથી વિશેષ બસો રવાના થવાની છે.