જામનગરના પોલીસ મથકમાં બાઈક ચોરીની પોલીસ ફરિયાદ બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી, દરમિયાન શહેરના જકાતનાકા પાસે રેલ્વે ફાટકની બાજુમાં બાવળની જાડીઓમાં એક શખ્સ બાઈક સંતાડતો હોય તેવી હકીકતના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો, દરમ્યાન ચોરી કરેલા બે બાઈક સહિત ત્રણ બાઈકના મુદ્દામાલ સાથે પોલીસે શખ્સને ઝડપી લીધો હતો