રાણાવાવમાં 76માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મહાનુભાવોએ "એક પેડ માં કે નામ" પહેલ હેઠળ મહાવિદ્યાલય પરિસરમાં વૃક્ષારોપણ કરાયું હતુ.કાર્યક્રમ દરમિયાન પોરબંદરના પ્રકૃતિ પ્રેમીઓનું પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમા કલેક્ટર એસ ડી ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી બી ચૌધરી સહિતના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા