ભરૂચ જિલ્લામાં વિવિધ રાજ માર્ગો સહિત હાઇવે રોડ બિસ્માર બન્યા છે.જેને પગલે વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે.ત્યારે આજે વહેલી સવારથી ભરૂચ શહેરના મોટા ભાગના રાજ માર્ગો અને હાઇવે ઉપર બિસ્માર રોડને લઈ ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.સતત વરસાદી માહોલમાં રસ્તાઓ બિસ્માર બનતા ટ્રાફિકજામ સર્જાતા વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.