અમરેલી એલ.સી.બી.એ મિલકત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા બગસરા નિવાસી અસ્લમ પબડા સામે પાસા હેઠળ કાર્યવાહી કરી મધ્યસ્થ જેલ, અમદાવાદમાં મોકલ્યો. એસ.પી. સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપી પર રાજુલા,બોટાદ, જુનાગઢ અને ગોંડલ સહિત અનેક પોલીસ સ્ટેશનમાં ગુન્હાઓ નોંધાયેલા છે.