આજરોજ એટલે કે 5 સપ્ટેમ્બર ના રોજ ઈદે મિલાદ નબી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મોહમ્મદ પયંગબર ના જન્મદિવસ નિમિત્તે કડી વિસ્તારની જુમ્મા મસ્જિદથી વિશાળ જુલુસ નીકળ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદારો જોડાયા હતા.આ જુલુસ કસબા વિસ્તારમાં વિવિધ વિસ્તારોમાં ફર્યું હતું.ઈદ એ મિલાદ ના તહેવાર નિમિત્તે કડી પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.કડી તાલુકાના અગોલ ગામે પણ ઈદ એ મિલાદની ભવ્ય ઉજવણી કરવામાં આવી.