યુનિસેફના સહયોગથી જિલ્લા શિક્ષણ સમિતિ, જામનગર દ્વારા સક્ષમ શાળા એવોર્ડ વિતરણ માટે ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. સ્વચ્છ, હરિયાળી અને સલામત શાળા માટેના માપદંડો આધારે જોડિયા તાલુકાની શ્રી વાવડી પ્રાથમિક શાળાની પસંદગી કરવામાં આવી હતી. આ માપદંડોને આધારે શાળાએ સમગ્ર જિલ્લામાં દ્વિતીય સ્થાન તેમજ જોડિયા તાલુકામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી તાલુકાનું તથા વાવડી ગામનું ગૌરવ વધાર્યું હતું.