આજરોજ વાંસદા તાલુકાના સતીમાળ ગામે આદિજાતિ મોરચા ભાજપ પ્રદેશ મહામંત્રી પિયુષ પટેલ દ્વારા સખી મંડળની બહેનો સાથે મુલાકાત કરી. સખી મંડળ દ્વારા વધુ રોજગારીના અવસરો કેવી રીતે ઉભા કરી શકાય અને બહેનોને આત્મનિર્ભર બનાવવા માટે શું પ્રયાસો થઈ શકે તે વિષય પર સંવાદ કરવામાં આવ્યો. આ પ્રસંગે ગામના આગેવાનો તથા ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા.