છોટાઉદેપુર જિલ્લામાં ભારતીય સેનામાંથી સેવા નિવૃત્ત થયેલ જવાનનું પોલીસ વિભાગ દ્વારા સન્માન કરવામાં આવ્યું. છોટાઉદેપુર જિલ્લાના ખંડીબારા ગામ (તા. કવાંટ)ના નિવાસી રાઠવા રતનભાઈ ભારસિંગભાઈ, જેઓ છેલ્લા 23 વર્ષથી ભારતીય સેનાની મરાઠા રેજીમેન્ટમાં સેવા આપી રહ્યા હતા, તાજેતરમાં સેવા નિવૃત્ત થયા છે. તેમણે બેલગામ, જામનગર, કારગીલ, પુણે, આસામ, કોટા, કુપવાડા, અરૂણાચલ પ્રદેશ જેવા અનેક મોખરાના વિસ્તારોમાં ફરજ બજાવી છે.