સુરેન્દ્રનગર પંડિત દીનદયાળ હોલ ખાતે શિક્ષક દિવસ નિમિતે જિલ્લામાં શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સહિતનાઓ હસ્તે જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ 15 પ્રતિભાશાળી વિધાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.