આજરોજ સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં ભરૂચના આયોજન ભાવનની કચેરી ખાતે નગર પાલિકાઓના પ્રાદેશિક કમિશનર દક્ષિણ ઝોન દ્વારા ભરૂચ-નર્મદાની સંકલન સમિતિની બેઠક આજે બપોરના અરસામાં મળી હતી.જેમાં ભરૂચ-નર્મદા જિલ્લાની નગર પાલિકાઓના વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.અને તે પ્રશ્નોના નિરાકરણ અંગે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.આ બેઠકમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,ભરૂચ પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ સહિત હાજર રહ્યા હતા.