ગોધરા શહેરમાં આવતીકાલે શ્રી ગણેશ વિસર્જન નિમિત્તે સવારે 8 થી રાત્રે 11 વાગ્યા સુધી ટ્રાફિક નિયંત્રણ માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ જાહેરનામું બહાર પાડ્યું છે. વડોદરા, દાહોદ, અમદાવાદ અને મહિસાગર તરફથી આવતાં તમામ વાહનોના શહેર પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. બહારથી આવતી બસોને વૈકલ્પિક માર્ગો દ્વારા નવા હંગામી બસ સ્ટેન્ડ સુધી જવાની છૂટ આપવામાં આવી છે, જ્યારે અન્ય વાહનોને બાયપાસ તથા ચોકડી માર્ગો અપાશે.