માણાવદર તાલુકામાં સ્થિત શ્રી ડી.ડી.વડાલીયા સાયન્સ સ્કૂલ ખાતે ૭૬ મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સામાજિક વનીકરણ વિભાગ ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઇ ઠુમ્મરના અધ્યક્ષતા અને માર્ગદર્શન મુજબ સમગ્ર કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.