સૌરાષ્ટ્ર કચ્છમાં હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.પોલીસ કર્મચારીઓ ધોધમાર વરસાદ વચ્ચે પણ પોતાની ફરજ નિભાવે છે. પોલીસ કર્મીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતા આજ રોજ સવારના 11:00 વાગે કંડલાની જે.એમ.બક્ષી કંપની દ્વારા સીટી ટ્રાફિક પોલીસ ચોકી ખાતે ગાંધીધામ સિટી ટ્રાફિકના પોલીસ સ્ટાફ તથા ટ્રાફિક વોર્ડનને રિફ્લેકટર ઝેકેટ-તથા રેઈનકોટનું વિતરણ કરવામાં આવ્યું હતું.