હળવદ પોલીસને મળેલી બાતમીના આધારે, જૂના ઈશનપુર ગામે દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરમિયાન, રજિસ્ટ્રેશન નંબર GJ 01 RB 0565 ધરાવતી મારૂતિ સુઝુકી સ્વિફ્ટ કારની તપાસ કરતા, તેમાંથી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં કુલ 24 દારૂની બોટલ અને 251 બિયર ટીન, સ્વિફ્ટ કાર સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. તેમજ અંકિત નરેન્દ્રભાઈ રામાવત નામના આરોપી સામે ગુનો નોંધી તેને પકડવા આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે...