ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ભંડારીયા ગામ નજીક એસટી બસની પાછળ કાર ઘુસી જતા અકસ્માત.બનાવ અંગેની મળતી વિગતો અનુસાર ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ભંડારીયા ગામ નજીક બગદાણા નસવાડી રૂટની એસટી બસની પાછળ પુરપાટ ઝડપે આવેલી કાર ઘૂસી ગઈ હતી જેના કારણે અકસ્માત સર્જાયો હતો, આ અકસ્માતની ઘટનામાં કારચાલકને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. બનાવના પગલે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી.