વોર્ડ નંબર 8 માં સુરતી ભાગોળ માં એક મોપેડ સવાર મહિલા વરસાદી પાણી ભરાવો વચ્ચે ગટર નજરે ના પડતા ગાડી સાથે પટકાઇ હતી. જે બાદ હવે વોર્ડ નંબર 4 માં આવેલ અક્ષર કોલોની ની ઘટના સામે આવી છે. રસ્તાઓ પર પાણી ભરાઈ જતા ગાડી ચાલકોને ખાડા ના દેખાતા ગાડી ખાડામાં ફસાઈ હતી. ભારે જહેમત બાદ પણ ગાડી ખાડા માંથી ન નીકળતા છેવટે બીજી ગાડી બોલાવી અને છોકરાઓને બીજી ગાડીમાં બેસાડવા પડ્યા હતા.