ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા આણંદ જિલ્લામાં ફિલ્ડ ટ્રેનર તથા આસિસ્ટન્ટ ફિલ્ડ ટ્રેનરની નિમણૂક કરવામાં આવી હતી. આ નિયુક્ત થયેલ ફિલ્ડ ટ્રેનર અને આસિસ્ટન્ટ ફિલ્ડ ટ્રેનર ૨૦૨૬ના આણંદ શહેર સહિત જિલ્લામાં થી હજ માટે જનાર જનાર હાજીઓની સેવા સુવિધા માટે યોગ્ય વ્યવસ્થા ની કામગીરી કરશે.આ ઉપરાંત હાજીઓની તંદુરસ્તી, માર્ગદર્શન, તાલીમ તથા હજ યાત્રા દરમિયાન આવશ્યક સુવિધાઓ સરળતાથી મળી રહે તે માટે તેઓ નિષ્ઠાપૂર્વક સેવા આપશે