સાવરકુંડલા-લીલીયા ક્ષેત્રના ધારાસભ્ય મહેશ કસવાલાએ મુખ્યમંત્રીને પત્ર લખી રૂર્બન વિસ્તારોમાં વિકાસ કાર્યો માટે જુદી ગ્રાન્ટ ફાળવવાની માંગ કરી છે. નાના શહેરો તથા તાલુકા મુખ્ય મથકમાં રોડ, ગટર, પાણી અને કચરા વ્યવસ્થાપન જેવી મૂળભૂત સુવિધાઓ પૂરતી ન હોવાના કારણે નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે.