ગોધરા તાલુકાના ધનોલ ગામના એટ્રોસીટી કેસમાં છઠ્ઠા એડીશનલ સેશન્સ કોર્ટએ સામન્તભાઈ અને મનુભાઈ પુનીયાભાઈ ચારણને દોષિત ઠરાવી બે વર્ષની સાદી કેદ અને ₹50,000 દંડ ફટકાર્યો. 19 નવેમ્બર 2021ના રોજ બંનેએ ફરીયાદીને ગાળો આપી જાતિ આધારિત અપમાન અને કેસ પાછો ખેંચવા ધમકી આપી હતી. સાક્ષીઓ અને સરકારી વકીલ આર.ડી. શુક્લની દલીલોના આધારે કોર્ટએ ચુકાદો આપ્યો.