ડભોઇ તાલુકાના થુવાવી બોરબાર ગામ વચ્ચે છેલ્લા 7-8 મહિનાથી ચાલતી ગોકળગાય ગતિ ની નાડાની કામગીરીથી સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જન્મ્યો છે રોડની ચાલતી કામગીરીના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડે છે આ ઉપરાંત શાળાએ જતા વિદ્યાર્થીઓ નોકરીએ જતા લોકોને 10 થી 12 કિલોમીટરનો ફેરો પડે છે તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કામગીરી પૂર્ણ કરવામાં નહીં આવતા ગ્રામજનો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો