નવસારી જિલ્લાના ગણદેવી પોલીસ સ્ટેશનની ટીમે ગુપ્ત બાતમીના આધારે મોટી કાર્યવાહી કરીને દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. અશોક લેલન ટ્રક (રજી. નં. GJ-01-DU-2959) માં ભરેલા ભારતીય બનાવટની વિદેશી દારૂની વ્હિસ્કીની બોટલો અને ટીન બિયરના કુલ 7,692 નંગ, કિંમત રૂ. 14.59 લાખ સહિત કુલ રૂ. 19.74 લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.