સુરત મનપાની બસોમાં જાહેર પરિવહનની વ્યવસ્થા સુધારવા અને ગેરરીતિ અટકાવવા માટે ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન સોમનાથ મરાઠેએ અચાનક ચેકિંગ હાથ ધર્યું હતું. સીટી બસમાં ટિકિટ વિના મુસાફરી, કંડક્ટર દ્વારા થતી ગેરરીતિઓ અને અસામાજિક તત્વોના ત્રાસ જેવી ફરિયાદોને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી હતી.ચેકિંગ દરમિયાન, ચેરમેન મરાઠેએ ભેસ્તાન અને ભાટીના રૂટ પર જતી સિટી બસને રોકી હતી. તેમણે મુસાફરોની ટિકિટ ચેક કરી હતી.