ડાંગ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા જળવાઇ રહે તેમજ યુવાનોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાય તે માટે SBM-Gના લોગો સાથે સેલ્ફી પોઇન્ટ બનાવી સ્વચ્છતાની જાગૃતિ ફેલાવામાં આવી હતી. સાથે જ સ્વચ્છ ગુજરાતની ઓળખ ઉભી કરવા માટે SBM-G અંતર્ગત બનાવામાં આવેલ સંપતીનું બ્રાન્ડિંગ કરવામાં આવ્યું હતું. જેમાં તે સંપતીના ઉપયોગીતા વિશેની સમજણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગ્રામ પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સરપંચો અને તાલુકાના કર્મચારીઓ સાથે ગ્રામજનો પણ જોડાયા