આજે બપોરે ૧.૦૦ કલાકે જાગૃત નાગરિક દ્વારા સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ કર્યો છે જેમાં સાવરકુંડલા તાલુકાના દોલતી ગામે શિક્ષકો માટે બનાવાયેલા સરકારી મકાન પર છેલ્લા ૨૦-૩૦ વર્ષથી રાજકીય અને સામાજિક મોટા માથાઓ દ્વારા ગેરકાયદેસર કબજો જમાવવામાં આવ્યો છે. જાગૃત નાગરિક મોહનભાઈ પરડવા આહીરે અનેકવાર રજૂઆત કર્યા છતાં શિક્ષણ વિભાગ અને તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.