કેનેડાના વિઝા કરાવી આપવાના બહાને છેતરપિંડી આચરનાર આરોપી ઝડપાયો છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસે માહિતીના આધારે ગાંધીનગરના ચંદ્રલા ગામ ખાતેથી ઉમંગ કલ્પેશભાઈ પટેલ નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી છેલ્લા છ મહિનાથી ફરાર હતો અને તે કેનેડાના વિઝા કરાવ્યા આપવાના નામે ઠગાઈ આચરવાના ગુનામાં સામેલ હતો.