જેસીઆઈ આણંદ તથા લાયન્સ ક્લબ આણંદ દ્વારા આજરોજ સવારે ત્રણ થી પાંચ વર્ષના બાળકો માટે આણંદ વિદ્યાનગર રોડ ઉપર બ્લેક ડ્યુટી શોરૂમ ની નીચે ટ્રાયશીકલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જુદી જુદી સ્કૂલોમાંથી અંદાજિત 450 જેટલા બાળકોએ ભાગ લીધો હતો ઇવેન્ટ દરમિયાન સ્પેશિયલ ગેસ્ટ તરીકે આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી તથા પોલીસ સુપ્રિટેન્ડન્ટ ગૌરવ જસાણી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા