પર્યાવરણ સુરક્ષાનો નવો ટ્રેન્ડ: કાગળના ગણપતિથી ગણેશ ચતુર્થીની ઉજવણી, વિસર્જન પછી પાણીમાં સરળતાથી ઓગળે છે. ગણેશ ચતુર્થીની ઉજવણીમાં પર્યાવરણ સુરક્ષાનો નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. 'બાપ્પા ફ્રોમ છાપા' નામના આ અભિયાન હેઠળ વૃક્ષોમાંથી બનેલા કાગળની ગણપતિની મૂર્તિઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.