રાજપીપલા નજીક જીત નગર પાસે આવેલા કરજણ ડેમની સપાટી 109.70 મીટર પર થઈ છે ઉપરવાસમાંથી ડેમમાં 13,748 ક્યુસેક પાણી આવી રહ્યું છે તેની સામે તેટલું જ પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે ડેડીયાપાડા અને સાગબારા તાલુકામાં થઈ રહેલા મુશળધાર વરસાદના પગલે કરજણ ડેમમાં નવા નીર આવી રહ્યા છે ડેમનું રોડ લેવલ જાળવી રાખવા માટે દરવાજાઓ ખોલીને પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે હાલમાં તારીખે કરજણ ડેમ 72.10 ટકા જેટલો ભરાઈ ચૂક્યો છે.