જામનગર શહેરના ઠેબા ચોકડી વિસ્તાર નજીક આવેલ "જય ચાવંડ ટીમ્બર" નામની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. લાકડા ના કૃષિ સાધનો બનાવતી આ ફેક્ટરીમાં આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં આ ફેક્ટરીમાં મોટુ નુકસાન થયું હોવાની શક્યતા છે. ભારે જહેમત બાદ જામનગર ફાયર બ્રિગેડની ટીમે અલગ-અલગ ૩ ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબૂ મેળવ્યો છે. જો કે સદનસીબે દુર્ઘટનામાં કોઈ પણ જાનહાનિ થઈ નથી.